નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) પોતાના 135માં સ્થાપના દિવસ પર આજે દેશભરમાં CAA અને NRC વિરુદ્ધ કૂચ કરી રહી છે. લખનઉમાં પણ આવી જ એક કૂચનું નેતૃત્વ પ્રિયંકા ગાંધીએ કર્યું. આ અવસરે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જે દેશભરમાં NRCની ચર્ચા ફેલાવે છે તેઓ આજ કાલ કહે છે કે ચર્ચા હતી જ નહીં. આ દેશ તમને ઓળખી રહ્યો છે. તમારી કાયરતા ઓળખી રહ્યો છે, તમારા જૂઠ્ઠાણાથી ઉબાઈ ગયો છે. 


નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019) અને NRC વિરુદ્ધ કૂચ કાઢવાનું નક્કી કર્યું. જે હેઠળ મુંબઈ (Mumbai) માં કોંગ્રેસના હજારો કાર્યકરો રસ્તાઓ પર ઉતરી આવ્યાં. જ્યારે દિલ્હી, જયપુર અને ચેન્નાઈમાં પણ કોંગ્રેસ કાર્યકરોએ કૂચ કરી. અત્રે જણાવવાનું કે આજે એટલે કે 28 ડિસેમ્બર કોંગ્રેસનો સ્થાપના દિવસ છે. આજે પાર્ટી પોતાનો 135મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. આ અવસરે વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) એ પાર્ટી હેડક્વાર્ટરમાં ત્રિરંગો ફરકાવ્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CAA અંગે ભાજપ ચલાવશે દેશવ્યાપી અભિયાન, 3 કરોડ પરિવારોનો સંપર્ક સાધશે 


શિવસેના નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું-, ' અમારી ઈર્ષા કરે છે BJP, 'બર્નોલ'ની પણ સલાહ નહીં આપું'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....